મુખપૃષ્ઠજિલ્લા વિષે ઇતિહાસ

ઇતિહાસ

સુર્યપુત્રી તાપી નદીના કિનારે વિકસેલ સુરત શહેરનો ઇતિહાસ અતિ ભવ છે. સુરત શહેરની સમૃદ્ધિથી આકર્ષાઇને છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા ઇ.સ. ૧૬૦૦ના અરસામાં સુરત શહેરમાં બે વખત લૂંટ કરવામાં આવેલ. સુરત શહેરમાં ચોર્યોસી બંદરના વાવટા ફરકતા હોવાથી ચોર્યોસી નામ પડેલું. આમ ભુતકાળમાં સુરત એક અગત્‍યનું બંદર હતું. વલંદાઓએ સુરત શહેરમાં કોઠી પણ સ્થાપેલી. ઇ.સ. ૧૬૧રમાં અંગ્રેજોએ ભારતભરમાં સૌ પ્રથમ સુરતમાં વ્‍યાપારી કોઠી સ્થાપી અને ઇ.સ. ૧૬૧૪માં ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે વેપારના હક્કો મેળવેલ.
સુરતના ઇતિહાસ સંદર્ભે વધુ ઉંડાણપૂર્વક અભ્‍યાસ કરીએ તો જણાય છે કે સુરતના સ્પષ્ટ ઉલ્લેખો પંદરમી સદીની શરૂઆતથી જ મળી આવ્‍યા છે. તે પૂર્વે સદીઓના ઐતિહાસિક અનુભવમાંથી સુરત જિલ્લાનો ભૂમિ વિસ્તાર પસાર થયો હતો. આ પ્રદેશ ઉપર અનેક રાજકુલોએ શાસન કર્યુ હતું. સેંકડોની સંખ્‍યામાં મળી આવેલા તામ્રપત્રો દ્વારા રાજવીકુલો દ્વારા પ્રચલિત પ્રાંત/ધર્મની પરંપરા સ્થાપિત થઇ ચુકી હતી. સુરત વિશ્વભરના વેપારીઓ નિકાસકારો માટે વસવાટનું મુખ્‍ય આકર્ષણ બની રહ્યું હતું.
સુરત નગરનો ઐતિહાસિક ઉલ્લેખ જયારથી મળ્યો છે ત્‍યારથી નગરના બે નામે સુરત અને સુર્યપુરની પરંપરા જોવા મળેલ છે. સુર્યપુર શબ્દ પ્રયોગ સૌ પ્રથમ જૈન ધાતુ પ્રતિમાલેખમાં મળે છે. સુરત નામોલ્લેખ પણ છેક પંદરમી સદીના મઘભાગથી મળે છે. ઉપરાંત જૈન સાહિતકિ કૃતિઓમાં, ફારસી ઇતિહાસ ગ્રંથોમાં સુરત શબ્દ પ્રયોગ સતત થયેલો જોવા મળે છે. પંદરમી સદીના પૂર્વાધ દરમાન મુસ્લિમ સલ્તનત નીચે રહેલા આ નગર બંદર માટે સુરત શબ્દ રૂઢ થઇ ગયેલો.
સુરત કયારે વસ્‍યું એ વિશે મુસ્લિમ ઇતિહાસકારો નોંધે છે કે, કુત્બુદિન અયબકે ઇ.સ. ૧૧૯૪માં અને મહંમદ તુગલકે ઇ.સ. ૧૩૪૭માં સુરતની મુલાકાત લીધી હતી. ઇ.સ. ૧૩૭૩માં સુલતાન ફિરોઝ તુગલકે સુરતના રક્ષણ માટે નાનો કિલ્લો બંધાવો હતો. અને ૧૩૯૧માં ગુજરાતના ગર્વનર ઝફરખાતે એના પુત્ર મસ્તીખાનને રાંદેર તથા સુરતના ગર્વનર તરીકે નીમ્‍યો હતો. મુળ સુરત દરિયામહેલ, શાહપોર, નાણાવટ, સોદાગરવાડ વિગેરે વિસ્તાર પૂરતું મર્યાદિત હતું. પરંતુ ઇસુની પંદરમી સદીના અંતમાં મલિક ગોપી નામના શ્રીમંત અમીરે ગોપીપુરા વસાવી તથા ગોપીતળાવ બંધાવી તેનો વિસ્તાર કર્યો. તેની પત્નીની સ્મૃતિમાં તેણે રાણીતળાવ બંધાવું એ પછી સુરતના ગર્વનર તરીકે તેની નિમણૂંક થઇ હતી. પરંતુ ૧પ૧પની આસપાસ ગુજરાતના સુલતાનની ખફગીનો ભોગ બનવાથી તેને મારી નાંખવામાં આવ્‍યો.
આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 12/11/2018

વપરાશકર્તાઓ : 666296