મુખપૃષ્ઠશાખાઓહિસાબી શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

  તમામ નાણાંકીય વ્‍યવહારોને લગતા હિસાબો યોગ્‍ય રીતે નિભાવવા.
  પ્રાથમિક ઓડીટ તરીકે તમામ દાવાઓની કાયદેસરના અને યોગ્‍યતા તપાસવી.
  જીલ્‍લા પંચાયતના નાણાંકીય સલાહકાર તરીકે યોજનાકીય અને અન્‍ય બાબતોને સ્‍પર્શતા નાણાંકીય પ્રશ્નો અંગે યોગ્‍ય સલાહ આપવી.
  જીલ્‍લા પંચાયત નાણાંકીય સમીક્ષા સમિતિમાં મંત્રી તરીકે વિહીત કરવામાં આવે તેવી ફરજો બજાવવી.
  જીલ્‍લા પંચાયત હેઠળના વિકાસના કામો તેમજ જુદી જુદી યોજના હેઠળના નાણાંકીય દાવાઓની ચુકવણી સરકારશ્રીના વખતો વખતના હુકમોને અનુરૂપ છે કે કેમ તેની ચકાસણી કરી ચુકવણુ કરવું.
  જીલ્‍લા પંચાયતની કેશબુક અને તિજોરીના પી.એલ.એ.ની સિલકનું મેળવણું.
  જીલ્‍લા પંચાયત ફંડની આવક સબંધમાં મળેલ નાણાંની પહોંચ આપવી.
  જીલ્‍લા પંચાયતના માસિક અને વાર્ષિક હિસાબો સમયસર તૈયાર કરી સક્ષમ અધિકારીને મોકલી આપવા.
  જીલ્‍લા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરવું.
  જીલ્‍લા પંચાયતના કર્મચારી (પ્રાથમિક શિક્ષકો સિવાય) ના પ્રો.ફંડ ના હિસાબો નિભાવવા અને પેશગીઓ તેમજ આખરી ચુકવણાઓની વ્‍યવસ્‍થા કરવી.
  પંચાયત સેવાના નિવૃત્ત થતાં કર્મચારીઓના પેન્‍શન કેસોની ચકાસણી કરવી અને અને પેન્‍શન, ગ્રેજયુઇટી સમયસર મળે તેવી વ્‍યવસ્‍થા કરવી.
  સ્‍થાનિક ભંડોળ હિસાબ અને એકાઉન્‍ટ જનરલ તરફથી થતી હિસાબી તપાસણીના અહેવાલોની પૂર્તતા નિયત સમયમાં સબંધિત શાખાધિકારી ધ્‍વારા થાય તે જોવું.
 

છેલ્લા સુધારાની તારીખ : 26/11/2018

વપરાશકર્તાઓ : 672003