મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણ શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

શૈક્ષણિક જ્ઞાન
ભારતની મોટાભાગની વસ્તીમાં નું પ્રમાણ ખૂબ જ નીચું છે. જેના કારણે ધણી બધી અંધશ્રધ્ધાઓ પણ સમાયેલી છે. બાળકનો જન્મ એ ભગવાનની દેન છે. એવું માનીને તથા જન્મની આડે આવવું એ પાપ છે. આવી માન્યતાઓને કારણે આપણા દેશમાં પરિવાર નિયોજન કે કુટુંબ કલ્યાણનો વ્યાપ ખૂબ જ ઓછો છે. જેથી સૌ પ્રથમ પરિવાર નિયોજન અંગે જરુરી સમજ ઉભી કરવી ખૂબ જ જરુરી છે. અને ધ્વારા લોકજાગૃતિ ઉભી કરી પરિવાર નિયોજન અપનાવી દેશને પ્રગતિના પંથે કઇ રીતે લઇ જવો તે સમજાવવું ખુબ જ અગત્યનું છે.
 
જૂથ પ્રચાર
શૈક્ષણિક પ્રવ્રુત્તિઓ જેવો જ આ પણ એક મહત્વનો કાર્યક્રમ છે. ગ્રામ્ય કક્ષાએ ગામના, તાલુકાના, જીલ્લાના અને રાજયના મહાનુભાવો તથા મોટા મોટા તબીબોને સાથે રાખી આવી જૂથ પ્રચારનું આયોજન કરવામાં આવે છે જેમાં પણ પ્રચાર‍ ધ્વારા પરિવાર નિયોજન કેટલું જરુરી છે અને તેના માટે શું શું કરવું જોઇએ. તે માટે લોકોને પુરતી જાણકારી આપવામાં આવે છે. તેમજ તે માટે જરુરી સહાય, તેમજ સામગ્રી પુરી પાડવામાં આવે છે.
 
સાંસ્કૃતિક કાર્યક્રમો
બાળક એ ભગવાનની દેન છે. આવી એક માન્યતા હજુ આજે પણ આપણા દેશમાં પ્રવર્તે છે. અને બાળકને જન્મતું અટકાવવું તે પાપ છે. આ માન્યતામાંથી દેશને બહાર લાવવો અને પરિવાર નિયોજન માટે લોકમાનસ ઉભું કરવું ખૂબ જરુરી છે. જે માટે આવા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આરોગ્ય વિષયક શિક્ષણ આપવામાં આવે છે.
 
સ્લાઇડ શો
પરિવાર નિયોજન શા માટે જરુરી છે અને તેને લગતી સુવિધાઓ કયાં ઉપલબ્ધ છે વગેરે જેવી માહિતી સિનેમાઘરોમાં સ્લાઇડ શો ધ્વારા પુરી પાડવામાં આવે છે. તેમજ ડોકયુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવે છે. હાલમાં દેશમાં ટીવીનું ચલણ દાણું વધ્યું હોય પ્રાદેશકિ ચેનલો ઉપર પણ આના માટે સ્લાઇડ શો, ડોકયુમેન્ટરી ફિલ્મ અને નાના કાર્યક્રમો બતાવવામાં આવે છે. રંગલા જેવું પાત્ર નાની અમથી વાતથી આ બાબતે દાણું બધું કહી જાય છે.
 
આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 12/11/2018

વપરાશકર્તાઓ : 666369