મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણ શાખાસ્‍ત્રી / પુરુષ ઓ૫રેશન

સ્‍ત્રી / પુરુષ ઓ૫રેશન

 
સ્ત્રી ઓપરેશન
શૈક્ષણિક કામગીરી પુર્ણ થતાં ઠોસ પગલા રૂપે મહત્વની કામગીરી સ્ત્રી ઓપરેશન છે. બે બાળકોનો જન્મ પછી સામાન્ય રીતે સ્ત્રીને ઓપરેશન કરાવવા બાબતે સમજાવવામાં આવે છે. અને સુધરેલો સમાજ એક સંતાન પછી પણ સ્ત્રી ઓપરેશનને અપનાવતો થયો છે. એક અથવા બે બાળકના જન્મ પછી સ્ત્રી ઓપરેશન અપનાવવામાં આવે તો જાતિય જીવનને કોઇ નુકશાન થતું નથી અને બાળકો પેદા થવાની ઝંઝટમાંથી બહાર આવી જવાય છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર સ્ત્રી ઓપરેશનની સંપુર્ણ સવલતો પુરી પાડવામાં આવે છે. જ્યાં મફત સ્ત્રી ઓપરેશન કરી આપવામાં આવે છે. ઉપરાંત સરકારશ્રીએ નક્કી કરેલ પ્રોત્સાહક રકમ પણ આપવામાં આવે છે. સાથે સાથે માતૃ આરોગ્યની પણ સાર સંભાળ લેવાય છે.
 
પુરુષ ઓપરેશન
સ્ત્રી ઓપરેશનની જેમ પુરુષ ઓપરેશન પણ પરિવાર નિયોજનનું એક મહત્વનું અંગ છે. પુરુષ પણ ઓપરેશન દ્વારા પરિવાર નિયોજન અપનાવી શકે છે. જેમાં પણ તેના સ્વાસ્થ્યને કે જાતિય જીવનને કોઇ નુકશાન થતું નથી. અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર આની પુરતી સગવડો આપવામાં આવે છે. અને સરકારશ્રી દ્વારા આ પ્રોત્સાહન રકમ પણ આપવામાં આવે છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 26/11/2018

વપરાશકર્તાઓ : 672013