મુખપૃષ્ઠશાખાઓમહેસૂલ શાખા પ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના


રાજ્યમાં તા. ૧-૪-૬૩ થી પંચાયતી રાજનો અમલ થતાં મહેસુલી કામગીરી પંચાયતોને તબદીલ થયેલ છે. ગ્રામ્‍ય પંચાયત વિસ્‍તારમાં જમીન મહેસુલ, લોકલફંડ, શિક્ષણ ઉપકર વિગેરે સરકારી લેણાંની વસુલાતની કામગીરી ગ્રામ્‍ય પંચાયતોને સુપ્રત થતાં આ કામગીરી અસરકારક થઇ શકે તે માટે તાલુકા/જીલ્‍લા વિકાસ અધિકારીશ્રીઓને જમીન મહેસુલ સહિતના જમીન મહેસુલ નિયમો હેઠળના જરૂરી અધિકારો આપવામાં આવેલ છે. તલાટી કમ મંત્રી તથા તથા સર્કલ ઇન્‍સ્‍પેકટર પંચાયતના વહિવટી અંકુશ હેઠળ આ કામગીરી માટે મુકવામાં આવે છે.

સરકારશ્રીનાં મહેસુલ વિભાગના ઠરાવ ક્રમાંક બખપ/૧૦૦૬/૪૨૫/ક તા. ૦૧-૦૭-૨૦૦૦૮માં ઠરાવ્‍યા મુજબ જિલ્‍લા પંચાયતને ઠરાવમાં જણાવેલ પારા (ક) (ખ) અને (ગ) માં સમાવિષ્‍ટ ન થયેલ ગ્રામ્‍ય વિસ્‍તાર માટે બિનખેતી પરવાનગી આપવા માટે તથા તે અંગેની દંડનીય કાર્યવાહી કરવાની તેમજ બિનખેતી આકાર તથા રુપાંતર કર નકકી કરવાની સત્તા આપવામાં આવેલ છે. તે મુજબ અધિકાર પરત્‍વેની કામગીરી.

ગુજરાત અધિનિયમ-૧૯૯૮ થી જમીન મહેસુલ સંહિતાની કલમ-૭૩ એ. એમાં સુધારો કરીને ફકત અનુસૂચિત વિસ્‍તારો પુરતી આ કલમ હેઠળની સત્તાઓ રાજ્યની જિલ્‍લા પંચાયતોને સોંપવામાં આવી છે. રાજ્યનાં રોજગાર, સમાજ કલ્‍યાણ આદિજાતિ વિભાગનાં તા. ૦૮-૦૫-૧૯૭૮ના અંગ્રેજી જાહેરનામાંથી કેન્‍દ્ર સરકારશ્રીનું તા. ૩૧-૧૨-૧૯૭૭નું જાહેરનામું પુનઃપ્રકાશિત કરાયું છે. જે અન્‍વયે અનુસૂચિત વિસતાર નકકી કરેલ છે. તે મુજબ સુરત જિલ્‍લાનાં મહુવા, માંડવી, માંગરોળ, ઉમરપાડા અને બારડોલી તાલુકાનો સમાવેશ થાય છે.

છેલ્લા સુધારાની તારીખ : 12/11/2018

વપરાશકર્તાઓ : 666328