મુખપૃષ્ઠશાખાઓમલેરીયા શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

મેલેરીયા
મેલેરીયા શાખામાં મેલેરીયા કલીનીક ચલાવવામાં આવે છે. જ્યાં તાવના દર્દીઓ આવે ત્‍યારે તેમના લોહીના નમુના લઇ સારવાર આપવામાં આવે છે.
જે પ્રા.આ.કેન્‍દ્ર પર સ્‍લાઇડરોની બેકલોગ વધી જાય ત્‍યાંની સ્‍લાઇડો તપાસી આપવી તેમજ પ્રા.આ.કેન્‍દ્ર/સા.આ.કેન્‍દ્ર પર તપાસાયેલ સ્‍લાઇડરોનું ક્રોસચેક કરવામાં આવે છે.
પ્રા.આ.કેન્‍દ્ર તેમજ સા.આ.કેન્‍દ્ર ના રીપોર્ટો એકત્ર કરી રાજ્ય તેમજ કેન્‍દ્ર કક્ષાએ મોકલવામાં આવે છે.
સમગ્ર જિલ્‍લાના પ્રા.આ.કેન્‍દ્ર તેમજ સા.આ.કેન્‍દ્ર માટે મેલેરીયાની સ્‍લાઇડો સ્‍ટેઇન કરવા માટેનું સ્‍ટેઇન મેલેરીયા શાખામાં બનાવવામાં આવે છે.
જિલ્‍લાના પ્રા.આ.કેન્‍દ્ર તેમજ સા.આ.કેન્‍દ્રના નવા નિમણુંક પામેલ લેબોરેટરી ટેકનીશ્યનોને મેલેરીયા અંગેની બેઝીક તાલીમ આપવામાં આવે છે.
સમગ્ર જિલ્‍લામાં એન્‍ટીમેલેરીયા દવાઓ તેમજ ઇન્‍સેકટીસાઇડ પુરો પાડી તેના સ્‍ટોક નિભાવવામાં આવે છે.
અત્રેની કચેરીની ટીમ દ્વારા ફિલ્‍ડમાં ક્રોસ સર્વે કરવામાં આવે છે.
મેલેરીયા રોગોનું દૈનિક તેમજ અઠાવડીક મોનીટરીંગ મેલેરીયા રોગોનું દૈનિક તેમજ અઠાવડીક મોનીટરીંગ કરવામાં આવે છે. જેથી સમયમર્યાદામાં રોગ અટકાયત પગલાં લઇ રોગચાળાને ઉદભવતો અટકાવી શકાય છે, અઠાવડીક મોનીટરીંગને હવે IDSP સાથે સંકલિત કરવામાં આવે છે.
વાહકજન્‍ય રોગ નિયંત્રણ માટેના પગલાં... મેલેરીયા પોઝીટીવ કેસોના વિસ્‍તારોમાં આજુબાજુના પાંચસો મીટરના વિસ્‍તારમાં રીંગ સર્વેલન્‍સ, ફોકલ સ્‍પ્રે તેમજ એન્‍ટી લાર્વલ કામગીરી જેવી કે, બાયોલાર્વીસાઇડ છંટકાવ, ટેમીફોસ એપ્‍લીકેશન તેમજ ગપ્‍પી માછલી ઇન્‍ટ્રોડકશન જેવી કામગીરી કરવામાં આવે છે. એન્‍ટી એડલ્‍ટ મેઝર્સમાં મચ્‍છર નિયંત્રણ કામગીરીમાં વધુ જોખમી વિસ્‍તાર શોધી તેમાં રેગ્‍યુલર સ્‍પ્રે તેમજ ફોગીંગ કરવામાં આવે છે.
જિલ્‍લાના મ.પ. હે. વ. અને મ.પ.હે.સુ.ની પગારભથ્‍થાની ગ્રાંટ જમા કરાવી તેની ફાળવણી, આઇઇસી ની ગ્રાંટ ફાળવણી, ચાર માસીક, આઠ માસિક બજેટ બનાવવું, સાધનસામગ્રી ગ્રાંટ જમા કરાવી ફાળવણી, જિલ્‍લા પંચાયત સ્‍વ-ભંડોળમાંથી મંજુર થયેલ યોજનાઓ હાથ ધરી ખર્ચ કરવો અને તેના ખર્ચા અંગેનો અહેવાલ ઉપલી કક્ષાએ મોકલવો.
NVBDCP સબકમિટિ હેઠળ ફાળવવામાં આવતી ગ્રાંટનો નકકી થયેલ નિયમોનુસાર ખર્ચ કરી તેમના અહેવાલ રજીસ્‍ટરો નિભાવવા.
મેલેરીયા સુપરવાઇઝર, લેબ, ટેકનીશ્યન અને અન્‍ય કર્મચારીઓની મહેકમ નિભાવણી અને તે અંગેનો અહેવાલ પુરા પાડવા.
ડેંન્‍ગ્‍યુ તેમજ ચીકનગુનિયા
જે વિસ્‍તારોમાં સાત દિવસથી વધારે તાવના કેસોની હીસ્‍ટ્રી હોય ત્‍યારે રેન્‍ડમ સર્વે કરાવી, સીરમ સેમ્‍પલ લઇને સિવિલ હોસ્‍પિટલ ખાતે મોકલવામાં આવે છે. પોઝીટીવ આપતા કેસોનું પ્રા.આ.કેન્‍દ્ર તેમજ સા.આ.કેન્‍દ્ર મારફત સારવાર આપવામાં આવે છે, જે તે વિસ્‍તારોમાં ધનિષ્‍ઠ એન્‍ટીલાર્વલ કામગીરી કરવામાં આવે છે.
ફાઇલેરીયા
ફાઇલેરીયા કાર્યક્રમ અંતર્ગત ફિકસ સાઇડમાં ત્રણ ગામ અને નગરપાલિકાનો એક વોર્ડ તેમજ રેન્‍ડમ સાઇટમાં પણ ત્રણ ગામ અને નગરપાલિકાનો એક વોર્ડ પસંદ કરી રાત્રે આઠ થી બે દરમ્‍યાન નાઇટ સર્વે કરી લોહીના નમુના લેવા માટે પ્રા.આ.કેન્‍દ્રની સાથે જિલ્‍લા ટીમને પણ સામેલ કરવામાં આવે છે.
ઉપરોક્ત લોહીના નમુના લેબોરેટરીમાં તપાસી માઇક્રો ફાઇલેરીયા પોઝીટીવા આવેલા દર્દીઓને બાર દિવસની સંપૂર્ણ સારવાર આપવામાં આવ છે, આ રાત્રિ સર્વેલન્‍સનો મુખ્‍ય હેતુસમાજમાં માઇક્રો ફાઇલેરીયા રેઇટ શોધવાનો છે.
હાથીપગા રોગ નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત સામુહિક દવા ગળાવવાનો કાર્યક્રમ. આ કાર્યક્રમ અંતર્ગત સમાજના તમામ ૦ થી બે વર્ષના બાળકો, સગર્ભા, અતિશય ગંભીર, માદા તેમજ અશકતોને છોડી દરેકને ઉંમર પ્રમાણે ડી.ઇ.સી. તેમજ એલ્‍બેડાઝોલનો ઉંમર પ્રમાણે એક ડોઝ ગળાવવામાં આવે છે. જેનો મુખ્‍ય હેતુ એક વર્ષ સુધીમાં જન્‍મેલા માઇક્રો ફાઇલેરીને મારી નાખી ફાઇલેરીયા રોગ ફેલાતો અટકાવવાનો છે.

છેલ્લા સુધારાની તારીખ : 12/11/2018

વપરાશકર્તાઓ : 666318