મુખપૃષ્ઠશાખાઓપંચાયત શાખાગ્રામસભા

ગ્રામસભા

 
  ગ્રામ સભા અભિયાનની માહિતી દર્શાવતા પત્રકો
 
આ એક ખૂબ જ મહત્‍વની કામગીરી છે. ગ્રામ્‍ય સ્‍તરે ઉભા થતાં પ્રશ્નોનું નિરાકરણ કરવું અતિ મહત્‍વનું છે. વર્ષમાં ઓછામાં ઓછી ત્રણ વાર ગ્રામસભાઓ યોજવી. તેમાં લોકસંપર્ક કરી શકાય હોય ત્‍યાં સુધી સ્‍થળ પર જ પ્રશ્નના નિરાકરણ કરવા અને જે પ્રશ્નોનું સ્‍થળ પર નિરાકરણ થઇ શકે તેમ ન હોય તેવા પ્રશ્નો માટે યોગ્‍ય કાર્યવાહી હાથ ધરવી. અને આમ લોક સુખાકારીને ઘણું મહત્‍વ અપાયું છે આ ઉપરાંત ગ્રામસભા દ્વારા લોકજાગૃતિ ઉભી કરવામાં આવે છે. અને સાથે સાથે લોકોને તેઓને હક્ક અને ફરજ માટે જાણકારી આપવામાં આવે છે.
સ્‍થાવર મિલ્‍કતોની મંજુરી આપવી, કર નાંખવા, અપીલ સમિતિની કામગીરી સંભાળવી, મહેસુલી ગ્રાંટ અંગે, સિંચાઇ શેષ અંગેની કામગીરી, વ્‍યવસાય વેરાની કામગીરી, ગ્રામ્‍ય કક્ષાએથી આવતી અન્‍ય તમામ અરજીઓની કામગીરી વિગેરે આ શાખા દ્વારા કરવામાં આવે છે.
રાજ્ય સમકારી નિધિ, જીલ્‍લા સમકારી નિધિ અને જીલ્‍લા ગામોત્તેજક ફંડ વિગેરેની કામગીરી તથા તેના હિસાબો નિભાવવા આ ઉપરાંત તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતોમાં જરૂર પડે વહીવટદારની નિમણુંક કરવા જેવી અગત્‍યની કામગીરી આ શાખા સંભાળે છે.
આમ પંચાયત શાખા સમગ્ર તંત્રના હાર્દરૂપે કામ કરે છે.

છેલ્લા સુધારાની તારીખ : 9/11/2017

વપરાશકર્તાઓ : 610830