મુખપૃષ્ઠશાખાઓપંચાયત શાખાસામાન્‍ય સભા

સામાન્‍ય સભા

 
સામાન્‍ય સભા અને કારોબારી સમિતિમાં પંચાયતને લગતા મહત્‍વના ઠરાવો કરવામાં આવતા હોય છે અને ઠરાવોની અમલવારી કરાવવાની જવાબદારી આ શાખા સંભાળે છે. આ એક ખૂબ જ મહત્‍વની કામગીરી ગણાય છે. સામાન્‍ય સભા, કારોબારી સમિતિ અંગેની.
 
કામગીરી
સામાન્‍ય સભા અને કારોબારી સમિતિમાં પંચાયતને લગતા મહત્‍વના ઠરાવો કરવામાં આવતા હોય છે. અને ઠરાવોની અમલવારી કરાવવાની જવાબદારી આ શાખા સંભાળે છે. ઓ એક ખૂબ જ મહત્‍વની કામગીરી ગણાય છે.
 
અવલોકનની કામગીરી
તાલુકા પંચાયત અને કારોબારી સમિતિની કાર્યવાહીની નોંધ ઉપર જરૂરી અવલોકન આ શાખા દ્વારા કરવામાં આવે છે. અને લેવાયેલ નિર્ણયોની કાયદાકીય મર્યાદા વિષે જરૂરી નોંધ રાખે છે. તથા તે પ્રમાણે તાલુકા પંચાયતોને સાંકળે છે.
પંચાયતો લોકશાહી પધ્‍ધતિ પર ચાલતી હોય છે. અને તેથી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપર અવિશ્વાસની દરખાસ્‍ત આવવી, ઉપપ્રમુખ, સભ્‍ય વિગેરેને હોદ્દો ઉપરથી દુર કરવા, સરપંચને હોદ્દા પરથી દૂર કરવા, ગામ પંચાયતનું વિસર્જન કરવું વિગેરે બાબતો કાયદાની કલમ અનુસાર કાર્યવાહી કરે છે.
  તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્‍યો, સરપંચો વિગેરે વિરુધ્‍ધની તપાસ, સભ્‍યોના રાજીનામા મંજુર કરવા, ગેરલાયક ઠરાવવા, જેવી કામગીરી.
  પેનલ એડવોકેટની નિમણુંક કરવી તથા જીલ્‍લા પંચાયત અને તાલુકા પંચાયતને કોર્ટમાં ચાલતા કેસોની તમામ કાર્યવાહી કરવી.
  ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ અન્‍વયેની કલમ ૭૭ હેઠળ જીલ્‍લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખની ચુંટણીની કામગીરી.
  તાલુકા પંચાયત, ગામ પંચાયતના અંદાજપત્રો ઉપર અવલોકન નોંધ આપવી. તેમજ જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવું.
  સ્‍ટેમ્‍પ ડયુટી તથા દબાણ દૂર કરવા અંગેની કામગીરી.
  જીલ્‍લા / તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્‍યો, સરપંચો વિગેરેને તાલીમ આપવાની કામગીરી તથા શૈક્ષણિક પ્રવાસોનું આયોજન કરવું.
 

છેલ્લા સુધારાની તારીખ : 12/11/2018

વપરાશકર્તાઓ : 666293