મુખપૃષ્ઠશાખાઓસંકલિત બાળવિકાસ શાખાઆંગણવાડી

આંગણવાડી

 
આંગણવાડી ગામ કે વસ્તીમાં પોતાના બાળકોને પોતાની નજર સમક્ષ રાખીને તેની દેખભાળ કરવી તેમજ તેઓના રમવાનું સ્થળ છે. સામાન્ય રીતે ૬ વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં રાખવામાં આવે છે. આંગણવાડીનો બીજો એક મહત્વનો ઉપયોગ એ છે કે, ગર્ભવતી સ્ત્રીઓ અને નાના બાળકોની માતાઓ આ કેન્દ્રમાં એકત્ર થાય છે. જયાં તેઓ અન્ય ગ્રામીણ કાર્યકરતાઓ સાથે વિચારોનું આદાન પ્રદાન કરે છે. તથા તેઓના ખાસ જ્ઞાન (સ્પેશીયલ નોલેજ ) નો લાભ મેળવે છે.
 
બાળકોની દેખભાળ વધુ સારી રીતે કરી શકાય તે માટે આઇ.સી.ડી.એસ.ની સેવાઓ આંગણવાડી ધ્વારા બાળકોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આંગણવાડી કાર્યકર બહેનો પ્રશક્ષિત હોઇ તેઓ ધ્વારા આ સેવાઓ વધુ સારી રીતે ગામની અન્ય સ્ત્રીઓને આપવામાં આવે છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 12/11/2018

વપરાશકર્તાઓ : 666301