મુખપૃષ્ઠશાખાઓસંકલિત બાળવિકાસ શાખાઆરોગ્‍ય પોષણ શિક્ષણ

આરોગ્‍ય પોષણ શિક્ષણ

 
સગર્ભા બહેનોને અને નાના બાળકોની માતાઓને ( ૦ થી ૬ વર્ષ સુધી ) પોતાના તથા બાળકોના આરોગ્ય અને પોષણ માટે શિક્ષણ ધ્વારા અવગત કરવામાં આવે છે. ૦ થી ૬ વર્ષના બાળકોને શું આહાર આપવો તથા કઇ ઉંમરે કયો અને કેટલો આહાર આપવો, કેટલા વર્ષ સુધી ધાવણ ચાલુ રાખવું વિગેરે જેવી માહિતી ખૂબ જ ઉંડાણથી આપવામાં આવે છે.
 
બાલિકા સમૃધ્ધિ યોજના. સંકલિત બાળ યોજના અધિકારી હસ્તકની આ એક સંપુર્ણપણે કેન્દ્ર સરકાર ધ્વારા પુરસ્કૃત યોજના છે.
 
યોજનાનો મુખ્ય ઉદેશ
બાલિકાના જન્મ વખતે બાલિકા તથા તેની માતા પ્રત્યેના નકારાત્મક કૌટુંબિક તથા સામાજીક વલણોમાં પરિવર્તન લાવવું.બાલિકાના શાળા પ્રવેશ તથા હાજરી માટે સ્થિતિ બાલિકાના લગ્ન પુખ્ત વયે થાય તે જોવું. છોકરીઓના અથોપાર્જનની પ્રવૃતિમાં સહાય આપવી.
 
બાલિકા સમ્‍ૃધ્ધિ યોજનામાં ગરીબીની રેખા નીચેના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ૧૫ મી ઓગસ્ટ ૧૯૯૭ નારોજ કે પછી જન્મેલ બાળાઓને આવરી લેવાશે. અને કુટુંબની બે બાળાઓ સુધી આ લાભ મળી શકશે. ઝુંપડપટ્ટીમાં રહેતા તથા કચરો વીણનાર તથા શાકભાજી, માછલી તથા ફુલ વગેરે વેચનાર તેમજ ફુટપાથ ઉપર રહેનાર અને કામ કરનારનો આમાં સમાવેશ કરવામાં આવે છે.
 
આપવામાં આવતા લાભ
  જન્મોત્તર અનુદાનની રકમ રૂ.૫૦૦/-
  ૧૫-૮-૯૭ નારોજ અથવા તે પછી જન્મેલી અને બાલિકા સમૃધ્ધિ યોજના હેઠળ આવરી લીધેલી બાલિકા શાળાએ જવાનું શરૂ કરે ત્યારે, શાળાકીય અભ્યાસનું દરેક વર્ષ સફળતાપૂર્વક પુરૂ કરવા માટે તે નીચે મુજબની શિષ્‍યવૃત્તિઓ મેળવવાને હકકદાર રહેશે.
વર્ગ વાર્ષિક શિષ્‍યવૃત્તિની રકમ.
  ૧ થી ૩ દરેક વર્ગ માટે વાષિર્ક રૂ.૩૦૦/-
  ૪ વાર્ષિક રૂ.૫૦૦/-
  ૫ વાર્ષિક રૂ.૬૦૦/-
  ૬-૭ દરેક વર્ગ માટે વાષિર્ક રૂ.૭૦૦/-
  ૮ વાર્ષિક રૂ.૮૦૦/-
  ૯ -૧૦ દરેક વર્ગ માટે વાર્ષિક રૂ.૧૦૦૦/-
 

છેલ્લા સુધારાની તારીખ : 12/11/2018

વપરાશકર્તાઓ : 666374