મુખપૃષ્ઠશાખાઓસંકલિત બાળવિકાસ શાખાશાખાનાં ઉદ્દેશો

શાખાનાં ઉદ્દેશો

 
૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની પોષણ અને સ્વાસ્થ્યની પરિસ્થતિ સુધારવી. બાળકોના મનોવૈજ્ઞાનિક, શારીરિક અને સામાજીક વિકાસ માટે જરુરી પ્રયાસ. મૃત્યુદર અને કુપોષણમાં સુધારો અને શાળામાં બાળકોની હાજરીમાં સુધાર લાવવો. બાળવિકાસ માટેના જરુરી કાર્યક્રમો માટે જુદા જુદા વિભાગો ધ્વારા ઉત્તેજન. બાળક અને માતાના સ્વાસ્થ્ય અને પોષણ માટે શક્ષિણ ધ્વારા માતાને જરુરી જ્ઞાન આપવુ.
 
કામગીરી અને સેવાઓ
પૂર્વ પ્રાથમકિ શક્ષિણ માટે જતાં બાળકોને સ્વચ્છતા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે માનસકિ રીતે તૈયાર કરવા. પોષણ આહાર ન્યુટ્રીશીયનની ઉણપ ન રહે તે માટે બાળકોને ૮૦ ગામ પૂરક આહાર આપવામાં આવે છે. આંગણવાડીમાં આવતા બાળકોને આ ખોરાક આપવામાં આવે છે. દાઉ, ચણા, તેલ વિગેરે જેવી સામગ્રી સરકાર ધ્વારા પુરી પાડવામાં આવે છે.
 
રોગપ્રતિકારક રસી
માતા અને બાળ આરોગ્યને ધ્યાને લઇ આ સુંદર કામગીરી હાથ ધરવામાં આવે છે. માતાને ગર્ભધારણ રહે ત્યારથી પ્રસવ સુધીમાં ધનુર વગેરે જેવી રસી મૂકી તથા અન્ય પૌષ્ટિક આહર માટે કાળજી લેવી. તથા બાળકના જન્મ બાદ પોલિયો, ત્રિગુણી રસી, ઓરી, બીસીજી જેવી તમામ રસી મૂકી તથા બાળક ૩ વર્ષનું થાય ત્યાં સુધીમાં વખતો વખત આવી રસી મૂકવી અને તેનું સંપુર્ણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આંગણવાડીની બહેનો તથા આરોગ્યનો સ્ટાફ તેમજ તબીબી અધિકારીઓનો ઉપયોગ કરવામાં આવે છે.
 
આરોગ્ય તપાસ
આંગણવાડીમાં આવતા તમામ બાળકોનું વજન કરવામાં આવે છે. અને ગ્રેડ-૧, ગ્રેડ-ર, ગ્રેડ-૩ અને ગ્રેડ-૪ માં વર્ગીકરણ કરવામાં આવે છે. શારીરિક રીતે નબળા બાળકોને કે જેઓ ગેડ-૩ અને ગેડ-૪ માં આવે છે તેઓને પ્રાથમકિ આરોગ્ય કેન્દ્રો કે પેટા કેન્દ્રોના તબીબી અધિકારી ધ્વારા સારવાર આપાવમાં આવે છે. અને તેઓના આરોગ્યની કાળજી લેવામાં આવે છે. વધુમાં બાળ આરોગ્યની સાથે બાળકોની આંખો તપાસવી અને અંધત્વ નિવારણ જેવી કામગીરી પણ કરવામાં આવે છે.
 
સંદર્ભ સેવા
શારીરિક રીતે નબળા બાળકોને પ્રાથમકિ આરોગ્ય કેન્દ્ર કે પેટા કેન્દ્રોમાં આપવામાં આવતી સારવાર પુરતી ન જણાય તો બાળકોના નિષ્‍ણાંત ડોકટરોની સેવાઓ પણ લેવાય છે. અને બાળકને ધનષ્ઠિ સારવાર પણ આપવામાં આવે છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 12/11/2018

વપરાશકર્તાઓ : 666346