મુખપૃષ્ઠશાખાઓસંકલિત બાળવિકાસ શાખાસંયુક્ત બાળવિકાસની યોજનાઓ

સંયુક્ત બાળવિકાસની યોજનાઓ

 
અ.નુ. યોજનાનું નામ પૂરક પોષણ યોજના
યોજના કયારે શરૂ થઈ રજી ઓકટોમ્બર- ૧૯૭પ થી
યોજનાનો હેતુ ૧. ૦ થી ૬ વર્ષના બાળકોનો આરોગ્ય અને પોષણનો દરજજો સુધારવો.
૨. બાળકમાં શારીરિક, માનસિક, અને સામાજીક વિકાસનો પાયો નાંખવો
૩. બાળકોમાં માંદગીનું પ્રમાણ / બાળ મૃત્યુ, કુપોષણ તેમજ શાળામાંથી ઉઠી જતા
બાળકોની સંખ્યા ધટાડવી.
૪. માતાને પોષણ અને આરોગ્ય વિષયક શિક્ષણ આપવા.
૫. બાળકના વિકાસની યોજનાઓ અને અમલીકરણ માટે કાર્ય કરતા જુદા-જુદા
ખાતાઓ વચ્ચે સફળ સંકલન કરવાનું.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેનાં માટે કોને મળવું તે વિગત દર્શાવો. લાભાર્થીઓ -
૧. ૦ થી ૬ વર્ષના બાળકો
૨. સગર્ભા બહેનો
૩. ધાત્રી બહેનો
૪. ૧૧ થી ૧૯ વર્ષની કિશોરીઓ
૫. ૧પ થી ૪૯ વર્ષની બહેનો
ગામમાં આંગણવાડી કેન્દ્રના આંગણવાડી કાર્યકર / હેલ્પરનો સંપર્ક કરી આ યોજનાનો લાભ મેળવી શકે છે.

ગુજરાત રાજયમાં રેવન્યુ ગામોમાં આંગણવાડી કેન્દ્રો શરૂ કરવામાં આવેલ છે અને તેનું
સંચાલન આંગણવાડી કાર્યકર/હેલ્પર દ્રારા તેમજ તેની દેખરેખ તાલુકા કક્ષાએ ધટકની
રચના જેના મુખ્ય સંપર્ક બાળ વિકાસ યોજના અધિકારીશ્રી તથા ધટકની દેખરેખ જિલ્લા કક્ષાએથી જેના મુખ્ય સંપર્ક પ્રોગ્રામ ઓફિસર (આઇસીડીએસ) દ્રારા કરવામાં આવે છે.

રેવન્યુ ગામોમાંથી ૪૦૦ સુધીની વસ્તીએ એક મીની આંગણવાડી કેન્દ્ર, ૭૦૦ સુધીની
વસ્તીએ આંગણવાડી કેન્દ્ર તથા શહેરમાં ૧૦૦૦ની વસ્તી સુધી આંગણવાડી કેન્દ્‍ો મંજુર કરવા માટે ધટક કક્ષાએથી દરખાસ્ત તૈયાર કરાવી જિલ્લા કક્ષાએથી મંજુરી અર્થે રાજય કક્ષાએ મોકલવામાં આવે છે.
 
 
 

છેલ્લા સુધારાની તારીખ : 10/5/2018

વપરાશકર્તાઓ : 630706