મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખા કોમ્‍પ્‍યુટર જ્ઞાન

કોમ્‍પ્‍યુટર જ્ઞાન

 
આધુનિક યુગમાં સમયની સાથે પગલું પાડવું તેટલું જ જરુરી છે. માણસ પાસે પુસ્તકનું જ્ઞાન હોય પરંતુ આજના યુગની અતિ મહત્વની આઇ.ટી. ટેકનોલોજી જેના વિશે અજ્ઞાનતા હોય તો એક મોટો ગુનો બની જાય. ગાંધીજીએ એમના જમાનામાં કહયું હતું કે, ખરાબ અક્ષર અધુરા શિક્ષણ ની નશાની છે. પરંતુ તે વખતે કોમ્પ્યુટર ન હતા. અને માટે લોકોના અક્ષર ખરાબ હતા. આ જે કોમ્પ્યુટર આવતા અધુરા શિક્ષણ નો પ્રશ્ન ન રહે પરંતુ એ ત્યારે જ શકય બને જયારે બાળકને કોમ્પ્યુટરનું જ્ઞાન હશે. કોમ્પ્યુટર ધ્વારા ઝડપી, ચોકકસ અને સુંદર કામગીરી શકય બને છે.
 
સાથે સાથે સમગ્ર વિશ્વને જોડતી કોમ્પ્યુટરને વેબ શકિતને ધ્યાને લેતાં આજના યુગમાં દરેક માણસને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું અતિ આવશ્યક છે. અને તો જ માણસ આધુનિક યુગની સાથે ચાલી શકે. આધુનિક યુગમાં કોમ્પ્યુટરની જાણકારીથી આપણું બાળક અજાણ ન રહે તે માટે દરેક શાળાએ કોમ્પ્યુટર વસાવવા જરુરી ફંડ પુરુ પાડવું, ફંડ ન હોય તો લોકફાળો ઉભો કરી દાતાઓ પાસેથી સહાય મેળવી કોમ્પ્યુટરની સુવિધા શાળાઓમાં ઉભી કરવામાં આવી છે. અને ધોરણ- પ થી કોમ્પ્યુટરનું અંગેનું શિક્ષણ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.
 
લોક સહકારથી કોમ્પયુટરના દાન મેળવી દાનના એક કોમ્પ્યુટર સામે રાજય સરકાર ઘ્વારા એક કોમ્પ્યુટરની ફાળવણી યોજના અન્વયે મહત્તમ ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટરની સુવિધા ઉભી કરવામાં આવે છે. બાળકોને પ્રાથમિક કક્ષાએથી જ કોમ્પ્યુટરનું જ્ઞાન આપવામાં સંનિષ્ઠ પ્રયાસ કરવામાં આવે છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 12/11/2018

વપરાશકર્તાઓ : 666333