મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખા પ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

 
દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લો એ ભૌગોલિક રીતે ઉ.અં.ર૧-ર૧-ર૩ પુ.રે.૭ર-૩૮-૭૪-ર૩ વચ્ચે આવેલો છે. જેનું કુલ ક્ષેત્રફળ ૭૬પ૭ ચો.કિ.મી. છે. જેમાં તાપી.કિમ,મિંઢોળા, પુણા,અંબિકા જેવી મહત્વની નદીઓ આવેલી છે. જિલ્લાની કુલ વસ્તી ૪૯,૯પ,૧૭૪ છે. અને ૮૭૩ ગ્રામ પંચાયતો આવેલી છે. તથા ૬ નગર પાલિકા આવેલી છે. મહત્વની વસ્તી અનુ.જનજાતિ, અનુસુચત જાતિ અને અન્ય છે. જિલ્લાનું સાક્ષરતાનું પ્રમાણ ૮૧.૮૭ છે.
 
સુરત જિલ્લામાં વિભાજન બાદ ૯ તાલુકાનો સમાવેશ થાય છે. જેમાં ચોર્યાસી, ઓલપાડ,કામરેજ, બારડોલી,પલસાણા, મહુવા,માંગરોળ, માંડવી અને ઉમરપાડા તાલુકા આવેલા છે. માંડવી પ્રાયોજના અને સોનગઢ પ્રાયોજના વિસ્તારના તાલુકામાં વિવિધ યોજનાઓ ઘ્વારા રાજય સરકારની તમામ યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચાડવા પ્રયાસો કરવામાં આવે છે.
 
ભારતમાં વસ્તીનું પ્રમાણ ધણું ઉચું છે. જેની સામે શિક્ષણ નું સ્તર ખૂબ જ નીચું છે. અને તેથી શિક્ષણ શાખાની કામગીરી ખૂબ જ મહત્વની અને કપરી છે. ભણેલો વર્ગ જ દેશની પ્રગતિ કરી શકે જે બહુ સ્પષ્ટ છે. પરંતુ ભારતમાં મોટી કમનસીબી એ છે કે, ભારતના અમુક રાજયોને બાદ કરતાં ભણતરનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. અને એક ભણેલી માતા સો શક્ષિકોની સમાન છે જે સત્ય સમજાયા બાદ બાલિકાઓને ઓછામાં ઓછું પ્રાથમિક શિક્ષણ તો આપવું જ રહયું. અને તેથી જ સરકારશ્રીએ કન્યા કેળવણીને પ્રાધાન્ય આપ્યું છે. અને કન્યા કેળવણીને પ્રાથમિક સ્તર સુધી તદૃન મફત શિક્ષણ બનાવ્યું છે. નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે.
 
ધોરણ ૧ થી ૭ સુધીની શાળાઓનું સંચાલન તથા વહીવટ કરવાનું. રાજયની તમામ પંચાયતોમાં જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સરકારીના નીતિ નિયમોને ધ્યાને રાખી ગામે ગામ પ્રાથમિક શાળાઓની સવલતો ઉભી થાય, બાળકો શાળામાં નિયમીત આવે અને તેઓને સારું શિક્ષણ મળે તે માટે તમામ શકય એવા પ્રયત્ન કરવાના હોય છે. તેમજ ગામે ગામ ચાલતી શાળાઓના સંચાલનમાં સંપુર્ણ દેખરેખ રાખવાની હોય છે.
 
સંચાલનમાં સંપુર્ણ દેખરેખ રાખવાની હોય છે. શાળાઓમાં શિક્ષણને લગતી સાધન સામગ્રી પુરી પાડવી આ એક મહત્વની કામગીરી છે. નાનું બાળક પુસ્તકીયા જ્ઞાન કરતાં રમત-ગમતથી વધુ સારી રીતે શીખે છે અને સમજીશકે છે. આ માટે તરંગ ઉલ્લાસ જેવી યોજનાઓ ધ્વારા બાળકોને રમત ગમત અને સંગીતના સાધનો પુરા પાડવામાં આવે છે. અને શિક્ષકોને પણ ખાસ તાલીમ ધ્વારા બાળ માનસ કેળવવાનું સમજાવવામાં આવે છે. હિતોપદેશ જેવી બાળવાર્તાઓ નાના બાળકોને શિક્ષણ તરફ અભિરુચિ કેળવવામાં મદદરુપ થાય છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 12/11/2018

વપરાશકર્તાઓ : 666348