પંચાયત વિભાગ

tdoશ્રી ડો બી એસ પ્રજા૫તિ
તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગસુરત જીલ્લોમાંડવી તાલુકા પંચાયત

તાલુકા વિષે


માંડવી
ગ્રામ પંચાયત -
ગામડાઓ ૧૩૩
વસ્‍તી ૧૮૫૯૧૧
માંડવી નગરને અડીને તાપી નદી વહે છે. માંડવીમાંથી રાજ્ય ધોરી માર્ગ નં. ૫ અ પસાર થાય છે, આ ઉપરાંત રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલું કીમ તેમ જ સુરત જિલ્લાના અન્ય તાલુકા મથક માંગરોળ સાથે પણ માંડવી જોડાયેલું હોવાને કારણે અંહી વાહનવ્યવહારની સગવડ સારી છે. ઈ.સ. ૧૯૬૮ના વર્ષમાં આવેલા અતિ ભારે પુરમાં માંડવીથી બારડોલી, વ્યારા તેમ જ મઢી જવાના રસ્તામાં આવતો, તાપી નદી પર આવેલો પુલ તુટી જવાને કારણે અહીંથી તરસાડાબાર વચ્ચે નવા પુલના નિર્માણ સુધી હોડી દ્વારા ફેરી સેવા ચાલુ કરવામાં આવી હતી, જેમાં વાહનો પણ લઇ જઇ શકાતાં હતાં. નવા પુલના બદલાયેલા સ્થળને કારણે માંડવીથી બાજીપુરા તેમ જ વ્યારા જતો રસ્તો બરાબર  તરસાડાબાર ગામ વચ્ચેથી લઇ જવાની ફરજ પડી હતી.